ઈડરના સોની પરિવારમાં, નીરૂબેન અને યોગેશભાઈ સોનીના ઘરમાંપહેલાંપુત્રી ગ્રીષ્માનો જન્મ થયો અને ત્યારબાદ પુત્ર અર્પિતનો જન્મ થતાં ઘરમાંખુશીઓનુંવાતાવરણ છવાઈ ગયું. પરંતુભગવાન દ્વારા એક કસોટી લેવામાં આવી. અર્પિતેજન્મ પછી બેવર્ષેપોતાની સાંભળવાની ક્ષમતા ગુમાવી દીધી. આ અનઅપેક્ષિત ઘટના પરિવારમાંનિરાશા અને હતાશાનુંમોજું લાવી ગઈ.
નિરાશામાંડૂબેલા પરિવારનેઅંધજન મંડળ ઈડરના માનદ સામાન્ય મંત્રીશ્રી પ્રોફેસર ભાસ્કર મહેતાની મુલાકાતેનવી આશા આપતી ચમક આપી. માતા - પિતાએ હાર ન માની અનેબાળકના વિકાસ માટે પ્રયત્નો શરૂ કર્યા. સંસ્થામાંથી સંકલિત શિક્ષણ યોજના હેઠળ અર્પિત માટે ખાસ શિક્ષકની વ્યવસ્થા કરાઈ. યોગ્ય માર્ગદર્શન અને શૈક્ષણિક સહાયથી અર્પિતે શૈક્ષણિક જીવનમાં પગલાં માંડ્યા.
અર્પિતની મોટી બહેન ગ્રીષ્માએ પોતાના ભાઈ માટે વિશેષ લાગણી વ્યક્ત કરી. તેણીએ વડોદરામાંથી સ્પીચ થેરાપીનો કોર્સ કરીને ડિગ્રી પ્રાપ્ત કરી અને ભાઈના વિકાસમાં સક્રિય સહભાગી બની.
અર્પિતેધોરણ ૧૦ સુધી ઈડરના સ્વસ્તિક વિદ્યામંદિરમાંઅભ્યાસ કર્યો અનેપછી અમદાવાદની ફાઇન આર્ટ્સ કોલેજમાંથી ફર્સ્ટ ક્લાસમાંફાઇન આર્ટ્સમાંઅભ્યાસ પૂર્ણકર્યો. શરૂથી જ ડ્રોઇંગમાં રસ ધરાવતા અર્પિતેરાજસ્થાન જઈ ખાસ પીછવા ચિત્રકળાની તાલીમ મેળવી. તેમનાંશ્રીનાથજી જેવા ભાવસભર ચિત્રો ઘણા લોકપ્રિય થયા અનેલંડનઆર્ટગેલેરીમાંતેમની પેન્ટિંગ્સનું પ્રદર્શન યોજાયું
ફાઇન આર્ટ્સનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ અર્પિતનુંલગ્ન શ્રવણમંદ દીકરી જાગૃતિ સાથે બંને પરિવારની સંમતિથી કરાયું. જાગૃતિ ખૂબ જ કોમળ અને સરળ સ્વભાવની, પણ સાથે જ જવાબદારી નિભાવવામાંમહારથ ધરાવેછે. બંનેએ મળીને કુટુંબજીવનની સુંદર શરૂઆત કરી. ત્યારબાદ દીકરા ધૈર્યના જન્મથી પરિવારમાંખુશીની લહેર વ્યાપી ગઈ.
એક દિવસ સંસ્થામાંદિવ્યાંગજન માટે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યુંજેમાંકચ્છના અંજારથી આવેલી વેસ્પન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા અર્પિત, જાગૃતિ, સીમા વણકર અનેહેતલ ઠાકરડાની પસંદગી થઈ. ત્યારથી અર્પિત અને જાગૃતિ છેલ્લા આઠ વર્ષથી સતત કંપનીમાંજોબ કરેછે.
અર્પિત અને જાગૃતિના લગ્નજીવનને આજે ૧૧ વર્ષપૂર્ણ થયાંછે. દીકરો ધૈર્યનવ વર્ષનો થઈ ગયો છે. એક શ્રવણમંદ બાળક તરીકે શરૂ થયેલી અર્પિતની યાત્રા આજે એ મુકામ સુધી પહોંચી છેકેજ્યાંતેઓ પરિવારનુંસંચાલન સાદગીપૂર્વક, પરંતુપૂર્ણ શાન અનેશ્રદ્ધાથી કરેછે. અંતે એક શીખ : અર્પિતની કહાની એ જીવંત ઉદાહરણ છે કેમુશ્કેલીઓ આવ્યા પછી પણ જો મનોબળ, પરિવારનો સાથ અનેસંસ્થાઓનું માર્ગદર્શન મળેતો કોઈ પણ વ્યક્તિ સફળતાની ઊંચાઈઓને સ્પર્શી શકેછે.